Born
June 25th, 1936
Passed Away
January 22nd, 1997
Popularly Known as
Bhai
Occupation
IPS
Religion
Hindu
Subcaste
Audichya
Native
Rajkot
Country
India
राम नाम में लीन है, देखत सब में राम।
ताके पद वंदन करूं जय जय जय जलाराम।।
Shradhanjali By
Vivek Vyas & Family
Biography of Jayvantbhai Hirjibhai Vyas
જયવંતભાઈ હીરજીભાઈ વ્યાસ. બહારની ઓળખ નિવૃત આઈ.જી.પી. પણ ખરી ઓળખ માનવતાના પ્રહરી જેવા જાગૃત જીવતા માણસ. પોલીસ ખાતામાં ડી.વાય.એસ.પી. થી માંડીને આઈ.જી.પી. સુધી પહોચ્યા. બધે માનવતાની મહેક ફેલાવી. ગોધરાનાં બાર માસના કફર્યુંગ્રસ્ત ત્રસ્ત વિસ્તાર માં કામ કરવા નું આવ્યુ ત્યાં પહેલુ કામ કર્યુ કર્ફ઼્યુ હટાવવાનું અને પછી હિંદુ-મુસ્લિમ વચ્ચે એકતા અને એખલાસનું વાતાવરણ સર્જવાનું, બંધુતાની ભાવના મજબુત કરવાનું, પ્રજા નું મનોબળ તોડનારી તથા જાહેર જીવનને છિન્નભિન્ન કરનારી ટોળકીઓના ગંભીર ગુનાઓના ભેદ તેમણે ડિટેક્ટિવ ની જેમ ઉકેલ્યા.ગોધરાની તેમની કામગીરીને રાષ્ટ્ર કલ્યાણની નક્કર પ્રવૃત્તિ ગણી હતી અને તે બદલ ગુજરાત સરકારે તેમણે રાષ્ટ્રપતિ તરફથી ખાસ પોલીસ મેડલ એનાયત કર્યો હતો.
પોલીસ અધિકારીએ સમાજનાં ગુનેગારો સાથે કામ કરવાનું પણ એ કામ માં પણ માનવતા પહેલી. ગુનેગાર પણ પેહલો માણસ અને પછી ગુનેગાર. પોલીસ અધિકારી પણ પેહલો માણસ અને પછી પોલીસ અધિકારી. અકસ્માત થયો હોય, અકસ્માતનો ભોગ બનેલ માણસ યા અકસ્માત કરનાર ડ્રાઈવર જખમી થઇ કણસતો હોય તો પહેલા તેની સારવાર ને પંચકેસ પછી. પોલીસ એકેડેમી માં આચાર્ય રહ્યા ત્યાં પણ એ જ અભિગમ. યુવાન તાલીમાર્થઓ મહેનતકશ બને, રમતગમતમાં આગળ આવે, શ્રમ કરવામાં પાછા ન પડે, તે માટે પોતાનું જીવન ઉદાહરણરૂપ બનાવ્યું. યુવાનો હોશિયાર થાય, ચારીત્ર્યશીલ બને, ઈતિહાસ સર્જનારા બને તેવી તાલીમ માટે સતત પ્રત્યન કર્યો. પોતે વિદ્યાર્થી હતા ત્યારથી રક્તદાનની પ્રવૃતિમાં રસ. જીવ સટોસટના ખેલ હોય તેવે ટાંકણે રક્તદાન કરી થોડા જીવન બચાવવામાં નિમિત થયેલા.
અને કુદરત સાથે અપૂર્વ પ્રેમ. વૃક્ષારોપણ અને વૃક્ષોનું જતન પ્રિય પ્રવુતિ. ફરજ અંગે જ્યાં જ્યાં જવાનું થયું ત્યાં વૃક્ષો ઉછેરી નંદનવન ઉભું કર્યું. પોલીસ - નિવાસો, પોલીસ હેડ ક્વાર્ટર્સ, પોલીસચોકીઓ - જ્યાં થોડુંય રહેવાનું થયું ત્યાં વૃક્ષો રોપ્યા, ઉછેર્યા ને તે દ્વારા પ્રેમ અને સમપર્ણના કુદરતી પ્રતીકને પાછળ મૂકતા ગયા.
સ્વ. શ્રી જયવંતભાઈ ને ભાવાંજલિ સ્વ. જયવંતભાઈ હીરજીભાઈ વ્યાસ
આપ ગાંધીવિચારધારાથી પ્રભાવિત રાજકોટની રાષ્ટ્રીય શાળામાં શિક્ષણનાં વ્યવસાય સાથે સાંગોપાંગ સંકળાયેલ આ યુવાન ખાખી વર્દી અંગીકાર કરી ડેપ્યુટી પોલીસ સુપ્રિટેન્ટેંડેંટ તરિકે ગુજરાત રાજ્યની સેવામાં જોડાયા. અહિંસા અને સતાની બે પરસ્પર વિરોધી વિચારસરણીઓનો સમંવય સાધિ ‘સતા અને અહિંસા’ નુ જતન કર્યુ. ગોધરાના હિંદુ-મુસ્લિમ હુલ્લડમાં અહિંસા અને પ્રેમના મંત્ર દ્વારા કોમી એખલાસ અને શાંતિનો દીવડો પ્રગટાવ્યો. ભારત સરકારે માનવતાવાદી કર્તવ્યનિષ્ઠાને બિરદાવી રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કર્યો. ગુજરાતની પોલીસ તાલીમ શાળાના આચાર્યપદે રહી, પોલીસ દળમાં માનવસેવા અને વફાદારી ના સંસ્કારોનું સિંચન કર્યુ. અહર્નિશ જાગ્રત નિષ્ઠા અને સ્વપુરુષાર્થ થી સ્પે. આઇ.જી.પી.ના ઉચ્ચસ્થાને પહોચ્યા.
આપના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના. જ્યોતિબહેન જયવંત વ્યાસ અને પરિવાર
Family Tree of Jayvantbhai Hirjibhai Vyas
Photo Album of Jayvantbhai Hirjibhai Vyas
No Photos
Videos of Jayvantbhai Hirjibhai Vyas
No videos
Post a tribute & share memories
Fond Memories & Remembrance
Related Profiles
Post Condolences
Profile Home
Biography
Family
Tree
Photo
Album
Video

Dr Suresh Kubavat
1 year ago
Dr Suresh Kubavat
1 year ago
Dibyendu Ganguly
3 years ago
Bindu Vyas
5 years ago
Aparna Vyas
5 years ago